VIDEO: કલેક્ટરે જૂના માલણિયાદ ગામે રેસ્ક્યુ થયેલા મજૂરોની મુલાકાત લીધી
સોર્સ : gstv
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે નવા અને જૂના માલણિયાદ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ગઈકાલે પાણીના પ્રવાહમાં ફસાયેલા પાંચેય મજૂરો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા અને રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે ઘટનાસ્થળની મુલાકાત લઈ તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. નવા માલણિયાદ ગામની શાળાની મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સતર્કતા રાખી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

