હળવદ હાઈવે પર 6 કિલોના ગાંજા સાથે બે શખ્સોને SOGએ દબોચ્યા, લાખોનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

રાજ્યમાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ, અફિણ, ગાંજો ઝપડાઈ રહ્યો છે. યુવાધનને નશાના માર્ગે ધકેલવાના ષડયંત્રનો વારંવાર પર્દાફાશ થઈ રહ્યો છે. રાજ્યના હળવદ તાલુકાના નવા ધનાળા પાસે મોરબી SOGએ ગાંજાના જથ્થા સહિત બે શખ્સોને દબોચ્યા છે. મોરબી SOGને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના નવા ધનાળા નજીકથી ગાંજાનો જથ્થા સાથે બે શખ્સો પસાર થઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બાતમીના આધારે બન્ને શખ્સોની તપાસ આદરી હતી.
શખ્સો પાસેથી 6 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો
શખ્સો પાસેથી 6 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOGએઅરુણ કાલુંસિંગ પટેલ,અને જાકેશ કાલુંસિગ પટેલની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સો ગાંજાનો જથ્થો ક્યાંથી લઈને આવ્યા હતા, અને કોને વેચવાના હતા.
ગુજરાત ATSએ ગત રોજ ખંભાતમાંથી કરોડોનો ડ્રગ્સનો પાવડર કર્યો જપ્ત
ગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાતમાં ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓની તપાસમા મોટો ખુલાસો થયો છે. આ કેસમાં એટીએસએ ફેક્ટરીમાંથી 5 આરોપી અને એક રિસીવર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
ઝડપાયેલા આરોપી રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડરનો મોટો જથ્થો ધોળકામાં સંતાડી રાખ્યો હતો. ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું. જેમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા વેર હાઉસમાંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ ટેબ્લેટના પાઉડરનો જથ્થો મળી આવ્યો છે.
સામાન્ય રીતે આ પ્રકારનો ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવામાં આવતો હોય છે અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કરતા હોય છે. તેવામાં આ કેસમાં એટીએસની ટીમે વેર હાઉસ મોટી સંખ્યામાં પેકેજિંગ ફોઈલ અને પેકિંગ બોક્સ પણ મળી આવ્યા છે. આ આરોપી ટ્રામાડોલનો જથ્થો બ્લેક માર્કેટમાં વેચવાનો હતો. જેથી રણજીત ડાભી આ ટ્રામાડોલનો

