Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 102 kg of marijuana seized from Bagodara

બગોદરામાંથી 102 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, છત્તીસગઢથી મોરબી લાવવામાં આવતો હતો

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2025
લાઇવ ટીવીGoogle News
બગોદરામાંથી 102 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, છત્તીસગઢથી મોરબી લાવવામાં આવતો હતો

ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો છે.દાહોદમાં પોશડોડા ગાંજાનો જથ્થો, ભરૂચમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ હવે બગોદરામાંથી વાહન ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો છે. બગોદરા હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકમાં ચેકિંગ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો.

App Store

બગોદરામાંથી 102 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

બગોદરા ટોલટેક્સ પાસે બગોદરા પોલીસ વાહન ચેકિંગ કરી હતી. આ દરમિયાન ડાંગરના કટ્ટા ભરેલા એક ટ્રકમાં ચેકિંગ કરતા તેમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ટ્રકના કેબિનની અંદરના ભાગમાં તેમજ ઉપરના ભાગેથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો.ગાંજાના જથ્થા સાથે ટ્રક ચાલક અનવર આમદભાઇ આઘમ (સંધિ) મોરબીવાળાની અટકાયત કરવામાં આવી હતી.આરોપી ટ્રક ચાલક છત્તીસગઢથી મોરબી જઇ રહ્યો હતો. 

આ પણ વાંચો: CBIએ કર્યો 350 કરોડના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો પર્દાફાશ, ગુજરાત સહિત અનેક જગ્યાએ તપાસ એજન્સીના દરોડા 

બનાવની જાણ થતા જ ધંધુકા ડીવીઝનના ASP સહિત બગોદરા, કેરલા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગાંજાનું વજન કરવા સહિતની કામગીરી હાથ ધરી NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધ રી હતી. ગાંજાનો જથ્થો ક્યા લઇ જવાનો હતો અને કોને આપવાનો હતો તે તમામ માહિતી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને મેળવવાની તજવીજ હાથ ધરી છે.