Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Morbi PSI Arun Mishra and Constable Jitendan Gadhvi arrested a POCSO accused from Medinipur

મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળમાંથી સગીરાના અપહરણકારને ઉઠાવી લાવ્યાં

મોરબીના જાબાંઝ PSI અને કોન્સ્ટેબલે પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં જઈને સગીરાના અપહરણકારને સગીરા સાથે ઉઠાવી લાવ્યા છે. આ PSI અને કોન્સ્ટેબલ પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં વેશપલટો કરી આરોપીનું પગેરું શોધી કાઢીને સગીરા સાથે આરોપીને પકડી પાડ્યો હતો અને ત્યાંથી મોરબી લઈ આવ્યાં હતા. 

App Store

મોરબીમાંથી પરપ્રાંતીય સગીરાનું આરોપીએ કર્યું અપહરણ 

મોરબીના લાલપર ગામની સીમ સ્ટાર સિરામીક ડેકોરેટર્સ કારખાનાની કોલોનીમાં તેના પરિવાર સાથે રહેતી મૂળ મધ્યપ્રદેશની એક 17 વર્ષીય સગીરાને પશ્ચિમ બંગાળના મેદનીપુરાના એક ગામમાં રહેતો 20 વર્ષીય આરોપી  રણજીત કલીપદા મન્ના લગ્ન કરવાની લાલચ આપીને જાતીય શોષણ કરવાંના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ- 137(2), 87 તથા પોક્સો કલમ-18 મુજબ ગુનો નોંધ્યો હતો. 

PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી મેદનીપુર મોકલવામાં આવ્યાં 

ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રીપાઠી અને  નાયબ પોલીસ અધિક્ષક પી.એમ.ઝાલાએ  ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર સગીરાને શોધી કાઢવા સુચના આપી હતી.  ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી આરોપી પશ્વિમ બંગાળના મેદનીપુર ખાતે હોવાની માહિતી મળતા PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવીને મેદનીપુર મોકલવામાં આવ્યા હતાં. 

PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી વેશપલટો કરી  આરોપી અને સગીરાને ઉઠાવી લાવ્યાં

PSI અરૂણ મિશ્રા અને કોન્સ્ટેબલ જીતેનદાન ગઢવી પશ્ચિમ બંગાળના મેદનીપુરામાં વેશપલટો કરી બાઈક પર બે દિવસ ફરીને સ્થાનિક પોલીસની મદદથી પૂર્વ મેદનીપુરના રામગામેત્યા ગામથી આરોપી રણજીત કલીપદા મન્નાને સગીરા સાથે પકડી પાડ્યો હતો. ત્યાંથી આરોપી અને ભોગ બનનાર બંનેને મોરબી લાવ્યાં હતા. પોલીસે ભોગ બનાનર સગીરાને તેના પરિવારને સોંપી હતી.