Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Self-reliant school administrators in Morbi made an application to the Collector regarding pending FRC and RTE queries

VIDEO: મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ FRC અને RTEના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદન આપ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી સહિત રાજ્યના તમામ જિલ્લા મથકોએ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શાળા સંચાલકોએ FRC અને RTE સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે રોજબરોજ આવતા 52 જેટલા ઓનલાઈન કામગીરીના પરિપત્રોમાંથી મુક્તિ આપી તમામ કામગીરી માટે એક જ સિંગલ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાની માંગ કરી છે. આ ઉપરાંત વર્ષ 2017થી FRC ફી સ્લેબમાં સુધારો થયો ન હોવાથી 10 ટકા સુધીના ફી વધારા માટે FRC પ્રક્રિયા સરળ બનાવવા માંગ કરાઈ છે. સાથે જ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી FRC દ્વારા મંજૂર કરાયેલી ફી મુજબ ચૂકવવા પણ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

App Store