Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Silent rally held by Manpa to pay tribute to the dead of Macchu water disaster in Morbi

VIDEO: મોરબીમાં મચ્છુ જળ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ, મનપા દ્વારા યોજાઈ મૌન રેલી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે ૧૧ ઓગસ્ટ ગુજરાતનો સૌથી ભયાનક દિવસ તરીકે માનવામાં આવે છે. વર્ષ ૧૯૭૯માં ૧૧ ઓગસ્ટના રોજ મોરબી મચ્છુ જળ હોનારત આવ્યું હતું, જેને આજે ૪૭ વર્ષ પૂર્ણ થયા છે. ચાર ચાર દશકા બાદ પણ પણ આજના દિવસને મોરબી જ નહીં પરંતુ ગુજરાત સહિત દેશ આ ગોઝારી ઘટનાને ભૂલ્યો નથી. ત્યારે આજે તે “મચ્છુ જળ હોનારત દિન" નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

મોરબી પાલિકા દ્વારા મનપા કચેરીથી મણી મંદિર ખાતે આવેલ સ્મૃતિ સ્મારક સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન નહેરુ ગેટ ખાતે ૨૧ સાયરન વગાડવામાં આવ્યા હતા. રેલીમાં મચ્છુ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા પોલીસ વડા, મોરબી મનપા કમિશ્નર, મેયર, સહિત તમામ પક્ષોના રાજકીય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ  અર્પણ કરી બે મીનીટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું.