VIDEO: મોરબીમાં મચ્છુ નદીના પ્રવાહ પાસે રીલ બનાવતા યુવકોની બેદરકારી
સોર્સ : gstv
મોરબીમાં તંત્રની વારંવારની ચેતવણી છતાં કેટલાક લોકો જોખમી સ્થળોએ જઈ રીલ બનાવવાનું બંધ કરતા નથી. મચ્છુ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બે યુવકો દ્વારા રીલ બનાવવાનો વીડિયો સામે આવ્યો છે. નદીના ભારે પ્રવાહ નજીક જઈને યુવકોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. વરસાદી માહોલમાં નદી, ડેમ અને કોઝવે જેવા સ્થળોથી દૂર રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં આવી બેદરકારી સામે આવતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. તંત્ર દ્વારા પણ આવા જોખમી પ્રયાસોથી દૂર રહેવા અને નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

