Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Police made two habitual criminals who created terror in Morbi aware of the law

VIDEO: મોરબીમાં આતંક મચાવનાર બે રીઢા ગુનેગારોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, આરોપીઓનો કાઢ્યો વરઘોડો

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના નાની વાવડી ગામ પાસે આતંક મચાવનાર બે રીઢા ગુનેગારોને પોલીસે કાયદાનું ભાન કરાવી તેમની શાન ઠેકાણે લાવી દીધી છે. ગત રાત્રે એક મહિલા વેપારી સાથે પૈસાની ઉઘરાણી બાબતે માથાકૂટ કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર મહેશ બોરીચા અને જગદીશ સવશેતાની પોલીસે ધરપકડ કરી. જે બાદ તેમણે જે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, ત્યાં જ તેમનો વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન બંને આરોપીઓ લંગડાતા ચાલતા અને હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે. 

App Store