VIDEO: મોરબીમાં અરિહંત સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી, પ્રાથમિક સુવિધા ન અપાતાં ભભૂક્યો રોષ
સોર્સ : GSTV
મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલા અરિહંત સોસાયટીના રહીશોએ ઉભરાતી ગટર અને બિસ્માર રોડના પ્રશ્ને ભારે રોષ વ્યક્ત કરી કોઈપણ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરવા પર પ્રતિબંધના બેનરો લગાવ્યા છે.
એક હજારથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેઓ આક્રમક મૂડમાં છે અને જો ચૂંટણી પહેલા સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર સોસાયટીએ મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણીના માહોલ વચ્ચે વિકાસના કામો મુદ્દે મતદારોનો આ વિરોધ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

