Morabi News: સિરામિક ઉદ્યોગોને બંધ કરવાનો વારો, 5 થી 10 દિવસમાં વધુ ખરાબ સ્થિતિ થઈ શકે!

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગોને બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ ની અછત સર્જાતા 100થી વધારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવી પડી છે, જ્યારે આવનારા 5 થી 10 દિવસમાં વધુ 350 સિરામિક યુનિટ બંધ કરવાની ફરજ પડશે.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગને સીધો જ માર પડી રહ્યો છે મોરબી સિરામિક ઉદ્યોગ ઈમ્પોર્ટન્ટ ગેસ આધારિત છે અને હાલ મોરબી સિરામિક ઉદ્યોગમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસની અછત સર્જાઈ રહી છે. જેના કારણે સીધી જ અસર પડી રહી છે. હાલ પ્રોપેન ગેસ પૂરો થઈ ગયો છે અને નેચરલ ગેસનો હવે થોડો ઘણો જથ્થો જોવા મળી રહ્યો છે, જે પૂરું થતાં તમામ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બંધ થતા દસ લાખ કરતા વધુ મજૂરોની રોજી રોટી છીનવાઇ જશે. જેમાં ચાર લાખ મજૂરો સીધા જ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે અને 6 લાખ મજૂરો ઇનડાયરેક્ટ સીરામીકો ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ તમામ મજૂરોને સીધી જ અસર પડી શકે છે. હવે યુદ્ધ કેટલો સમય ચાલે એ નક્કી નથી. જેના કારણે મજૂરોને પોતાના વતન જવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે.
યુદ્ધના કારણે સીરામીક એક્સપોર્ટમાં પણ સીધી જ અસર જોવા મળશે. હાલ મોરબી સિરામિકનું 30% ટાઇલ્સનું એક્સપોર્ટ માર્કેટ છે. કોન્ટેનરના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કન્ટેનરના ભાડામાં 2000 ડોલર જેટલો વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે પોર્ટ ઉપર ભરેલા કન્ટેનર તેમજ પોર્ટ ઉપર પહોંચતા કન્ટેનરોને સીધી જ અસર થશે.
યુદ્ધના કારણે કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે કે ક્રૂર રશિયાથી ઇનપોર્ટ કરવામાં આવશે. એ જ રીતે જોગેસની પણ રશિયાથી ઇનપુટ કરવામાં આવે તો આવનારા સમયમાં ઉદ્યોગોને રાહત મળી શકે છે.

