VIDEO: મોરબીમાં ખેડૂત આંદોલન મુદ્દે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂત આગેવાનોને ખુલ્લી ચેલેન્જ
સોર્સ : gstv
મોરબીમાં ખેડૂત આંદોલન ફરી એકવાર ગરમાયું છે, જ્યાં રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોને ખુલ્લી ચેલેન્જ આપી છે. અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયા ધામ ખાતે વિરોધ પ્રદર્શન કરનારાઓ પર આકરા પ્રહારો કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે વિરોધ કરવા માટે અમદાવાદ જવાની જરૂર નથી, મારા ઘરના દરવાજા ૨૪ કલાક ખુલ્લા છે, જેમને વિરોધ કરવો હોય તે મારા ઘરે આવી જાય. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે વિરોધ કરનારાઓએ તેમની ત્રણ પેઢીમાં પણ ઉમિયા ધામમાં એક રૂપિયો દાન આપ્યો નથી, જે કંઈ પણ દાન આપવામાં આવ્યું છે તે અમે આપ્યું છે.

