VIDEO: મોરબીમાં ગેરકાયદેસર કતલખાના સામે હિંદુ સંગઠનોની સહી ઝૂંબેશ
સોર્સ : gstv
મોરબીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ સામે હિંદુ સંગઠનો દ્વારા એક વિશેષ મુહિમ શરૂ કરવામાં આવી છે, જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના તમામ 52 કોર્પોરેટરોની સહીઓ મેળવીને ગેરકાયદેસર કતલખાનાઓ કાયમ માટે બંધ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ 52 કોર્પોરેટરોએ આ મુહિમને પૂર્ણ સમર્થન આપીને કતલખાના બંધ કરાવવાની લેખિત બાંહેધરી આપી છે. આ મામલે મનપા કમિશનર દ્વારા પણ સમયાંતરે જાહેરનામા પ્રસિદ્ધ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ તૈયારીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસાશે અને હિંદુ સંગઠનોના આ પ્રયાસો રંગ લાવશે તેવી આશા બંધાઈ છે.

