VIDEO: મોરબીમાં સવારથી વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
સોર્સ : gstv
મોરબી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે. મોરબી શહેરના સનાળા રોડ, રવાપર રોડ, પંચાસર રોડ સહિતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓએ વરસાદી માહોલ વચ્ચે સાવચેતી વર્તવી પડી રહી છે.

