VIDEO: મોરબી શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સોર્સ : gstv
મોરબી શહેર અને તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધીમીધારે પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના જેલ રોડ, જૂના અને નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ, મહેન્દ્રનગર ચોકડી તથા અવની ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારો જેવા કે જેતપર રોડ અને માંડલ રોડ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોમાં આ અણધાર્યા વરસાદથી ભારે ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

