Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Locals protested vehemently as the road had not been built for 30 years

Morbi: 30 વર્ષથી રસ્તો ન બનતાં સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ, સાંસદ- ધારાસભ્ય વિરુદ્ધ લગાવ્યા નારા

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું મેરુ પર ગામ છેલ્લા 30 વર્ષથી નહીં બનેલા ખરાબ રોડ-રસ્તાઓને કારણે પરેશાન છે. આ અંગે ગામલોકોનો આક્રોશ એટલો વધી ગયો છે કે, આજે તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સાંસદ ચંદુ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા.

App Store

ગત મોડી રાત્રે એક ખેડૂત મગફળી ભરીને જઈ રહ્યા હતા, તે દરમિયાન આશરે 3 કિલોમીટરના ઉબડખાબડ રસ્તા પર તેમનું ટ્રેક્ટર પલટી ગયું હતું. આ ઘટના બાદ પરેશાન ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો.

મેરુ પર ગામના લોકોનો આક્ષેપ છે કે આ મહત્વનો 3 કિલોમીટરનો રસ્તો આશરે 30 વર્ષથી બન્યો નથી અને ઉબડખાબડ સ્થિતિમાં છે. ગામલોકોની સમસ્યા એ છે કે, આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઇ વિભાગની હદ વચ્ચે આવતો હોવાથી બંને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે અને તેના કારણે ગ્રામજનો પીડાઈ રહ્યા છે.