Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Due to the torture of mineral mafia, three youths attempted suicide

Morbi news: ખનીજ માફિયાના ત્રાસને કારણે ત્રણ યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Morbi news: ખનીજ માફિયાના ત્રાસને કારણે ત્રણ યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો, એકનું મોત
સોર્સ : GSTV

મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના કોઠી મહિકા ગામે ખનીજ માફિયાના ત્રાસને કારણે ત્રણ યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જે પૈકી એક 16 વર્ષીય તરુણનું મોત નીપજ્યું છે. 

App Store

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો 

ખનીજ માફિયાના ત્રાસને કારણે મોરબીમાં વાંકાનેર તાલુકાના કોઠી મહિકા ગામે ત્રણ યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કલ્પેશ બાંભણિયા, વિશાલ બાંભણિયા અને યશ બાંભણિયા એ એકસાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન 16 વર્ષીય તરુણ યશનું મોત થયું છે. આરોપીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જ્યારે બાકીના બે યુવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.