VIDEO: હળવદના વોર્ડ નંબર એકમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા રહીશોને ભારે મુશ્કેલી
સોર્સ : gstv
હળવદ શહેરના વોર્ડ નંબર એક અંતર્ગત મુખ્ય બજાર તથા અન્નક્ષેત્રવાળી લાઈનમાં ઉભરાતી ગટરોના કારણે રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહેતી હોય તેવા દુઃખદ દ્રશ્યો સર્જાયા છે. ગટરનું ગંદું પાણી જાહેરમાં ફરી વળતા સ્થાનિક રહીશોનું ઘરમાંથી બહાર નિકળવું પણ દુષ્કર બન્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી, જેથી રોષ પ્રગટ થયો છે. આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોની રજૂઆતો પણ પાલિકાતંત્ર દ્વારા ધ્યાને લેવાતી ન હોવાનું સામે આવ્યું છે. વહેલી તકે આ ગંભીર સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

