Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Five people trapped in heavy rains were successfully rescued in Ingorala village of Halavad

VIDEO: હળવદના ઇંગોરાળા ગામે ભારે વરસાદ વચ્ચે ફસાયેલા પાંચ લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદી પાણીમાં પાંચ લોકો ફસાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફ તેમજ હળવદ સીટી ફાયર વિભાગની ટીમે મોડી રાત્રે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન કલેક્ટરે ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી તેમને હિંમત આપી અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ખાતરી આપી હતી. ટીમની ઝડપી અને સુનિયોજિત કામગીરીના પરિણામે પાંચેય લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News