Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Under-construction temple of Ambaji Mata collapses in Tikar village of Halvad

VIDEO: હળવદના ટીકર ગામે અંબાજી માતાનું નિર્માણાધીન મંદિર ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હળવદ તાલુકાના ટીકર ગામે જૈન સમાજ દ્વારા નિર્માણ પામી રહેલું અંબાજી માતાનું મંદિર મધરાતે અચાનક ધરાશાયી થતાં ચકચાર મચી ગઈ છે. રાત્રે અંદાજે 12 વાગ્યાના અરસામાં મંદિરનો ભાગ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ મંદિરનું બાંધકામ હજુ ચાલુ હતું અને કામ પૂર્ણ થયું નહોતું. સદનસીબે ઘટના સમયે મધરાતનો સમય હોવાથી ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. મંદિર ધરાશાયી થતાં જૈન સમાજમાં ચિંતા અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.

App Store
ટોપિક્સ:collapseshalvadgstv