Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : In Morbi, farmers held a rally and submitted petitions with various demands

VIDEO: મોરબીમાં ખેડૂતોએ વિવિધ માગણીઓ સાથે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીમાં વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પુરુષો સાથે ખભેખભા મિલાવીને જોડાઈ હતી. ખેડૂતો અને 365  ગામના સરપંચોએ તેમના લેટરપેડ પર રજૂઆત કરી સરકાર દ્વારા જાહેર કરાયેલો વર્તમાન પરિપત્ર મંજૂર ન હોવાનું જણાવ્યું હતું, જેની સામે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હકારાત્મક પ્રતિસાદ આપતાં જણાવ્યું કે સરકારનો પરિપત્ર ખૂબ સારો અને ખેડૂત હિતમાં છે તેમજ સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે વધુમાં ખાતરી આપી હતી કે જમીનના માર્કેટ રેટ નક્કી કરવા માટે એક ખાસ કમિટી બનાવવામાં આવશે જેમાં સરકાર અને કંપની ઉપરાંત ખેડૂતોના પ્રતિનિધિનો પણ સમાવેશ કરાશે, તેમજ જે કામો બાકી છે તેના માટે ખેડૂતોને વધારાનું વળતર ચૂકવવામાં આવશે.

App Store