Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Heartfelt operation of the fire brigade in Morbi, rescue of a young man trapped in the Kalindri river!

VIDEO: મોરબીમાં ફાયર બ્રિગેડનું દિલધડક ઓપરેશન, કાલિન્દ્રી નદીમાં ફસાયેલા યુવાનનું રેસ્ક્યૂ!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીમાં ઘુંટુ ગામ નજીક આવેલી કાલિન્દ્રી નદીના પૂરના પાણીમાં ફસાયેલા એક કિશોરનું ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ૧૭ વર્ષીય વિમલ સોલંકી નામનો યુવાન નદીના વહેણમાં અચાનક ફસાઈ જતાં મોટી આફત સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે મથામણ અને સમયસૂચકતા વાપરીને યુવાનને પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. કાલિન્દ્રી નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનનો આબાદ બચાવ થતાં પરિવારે અને મોરબી ફાયરની ટીમે પણ રાહતનો શ્વાસ લીધો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News