VIDEO: મોરબીમાં GST વિભાગ ત્રાટક્યું, ચાર હાર્ડવેર વેપારીઓને ત્યાં દરોડાથી ફફડાટ વ્યાપ્યો
સોર્સ : gstv
મોરબીમાં આજે વહેલી સવારથી જ જીએસટી વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવતા વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સિરામિક અને હાર્ડવેર ક્ષેત્રના વેપારીઓ રડારમાં આવતા જીએસટી વિભાગ દ્વારા કુલ ૦૪ જેટલા સ્થળોએ સામૂહિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકત્તા હાર્ડવેર અને સરદાર હાર્ડવેર ખાતે અધિકારીઓની ટીમો ત્રાટકી છે. આ ચારેય સ્થળોએ દસ્તાવેજો, હિસાબી ચોપડા અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતાઓને પગલે આ કાર્યવાહીથી સમગ્ર મોરબીના હાર્ડવેર અને સિરામિક ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

