VIDEO: મોરબીમાં ભાજપના પ્રચારમાં શિસ્તના ધજાગરા જોવા મળ્યા, ઉમેદવારોની રેલીમાં કાર્યકરોની સ્ટંટબાજી
સોર્સ : GSTV
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા શિસ્ત અને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો દ્વારા યોજાયેલી બાઇક અને કાર રેલીમાં સમર્થકોએ આરટીઓના નિયમોને નેવે મૂક્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીમાં ભાજપના કાર્યકરો મોટા અવાજ કરતા મોડિફાઈડ બુલેટ ચલાવતા અને કાર પર જોખમી રીતે સવાર થઈને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. કારની છત અને બારીઓ પર એવી રીતે ચડીને યુવાનો બેઠા હતા કે જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય.

