VIDEO: મોરબીની બગથાળા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીતથી ભાજપને મોટો ફટકો!
સોર્સ : GSTV
મોરબી જિલ્લા પંચાયતની બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સતીશ મેરજાએ ભવ્ય વિજય મેળવીને ભાજપને મોટો ફટકો આપ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલ વડાવિયાની કારમી હાર થઈ છે, જેઓ કૃભકોના ચેરમેન અને નાફેડના ડાયરેક્ટર મગનભાઇ વડાવિયાના પુત્ર હોવાથી આ બેઠક હાઈપ્રોફાઈલ માનવામાં આવતી હતી. દિગ્ગજ સહકારી નેતાના પુત્ર હોવા છતાં મતદારોએ અનિલ વડાવિયાને નકારીને કોંગ્રેસના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

