Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : BJP leader Ajay Loria arrested

VIDEO: Morbi / ભાજપ નેતા અજય લોરીયાની ધરપકડ, ઉછીના પૈસા માંગતા ઉદ્યોગપતિ પર કર્યો હતો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીમાં ઉછીના આપેલા નાણાં પરત માંગવા ગયેલા બે ઉદ્યોગપતિઓ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ અગ્રણી અજય લોરીયાને આખરે જેલ હવાલે કરવામાં આવ્યો છે. મોરબી એ-ડિવિઝન પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ રિમાન્ડ મંજૂર ન થતા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, મોરબીના બે જાણીતા ઉદ્યોગપતિઓએ અજય લોરીયાને ઉછીના નાણાં આપ્યા હતા. આ નાણાં પરત લેવા માટે જ્યારે ઉદ્યોગપતિઓ તેની પાસે ગયા, ત્યારે પૈસા આપવાને બદલે અજય લોરીયા ઉશ્કેરાઈ ગયો હતો. મામલો એટલો બિચક્યો કે અજય લોરીયાએ બંને ઉદ્યોગપતિઓ પર હિંસક અને જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંને ઉદ્યોગપતિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અજય લોરીયાની ધરપકડ કરી હતી. રિમાન્ડ ન મળતા પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ગઈકાલે મોડી સાંજે આરોપી અજય લોરીયાને જેલ હવાલે કર્યો હતો.