VIDEO: મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલનો પરાજય, ખેડૂત પરિવર્તન પાર્ટીની જીત
સોર્સ : gstv
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે, જ્યાં બે દાયકાથી દબદબો ધરાવતી ભાજપ પ્રેરિત સહકારી પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખેડૂત પરિવર્તન પાર્ટીના પવન વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં કુલ બેઠકો પર રસાકસી જામી હતી. વેપારી પેનલની ચાર બેઠકોમાંથી બે બેઠક સહકારી પેનલને જ્યારે બે બેઠક ખેડૂત પરિવર્તન પાર્ટીને ફાળે ગઈ હતી. આ સાથે જ ખેડૂત પેનલની ૧૦ બેઠકોમાંથી ૭ બેઠકો પર ખેડૂત પરિવર્તન પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે સહકારી પેનલને માત્ર ૩ બેઠકો મળી હતી. આ પરિણામો સાથે જ યાર્ડ પરના બે દાયકા જૂના શાસનનો અંત આવ્યો છે.

