VIDEO: ૩૫ જેટલા ગામોમાં ભાજપના બહિષ્કારના બેનરો: "પરિપત્ર નહીં તો ૨૦૨૭માં મત માંગવા ન આવશો" તેવી ખેડૂતોની ચીમકી
સોર્સ : gstv
મોરબી જિલ્લામાં વીજલાઈનના વળતરના મુદ્દે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. મોરબીના ૩૫ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા ભાજપના બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને જેતપર બાદ હવે અનેક નવા ગામો પણ આ ખેડૂત સત્યાગ્રહમાં જોડાયા છે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વળતર અંગેનો યોગ્ય પરિપત્ર નહીં કરવામાં આવે તો આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં મત માંગવા માટે પણ ન આવવું. "જય જવાન, જય કિસાન" ના નારાઓ સાથે સરકાર સામેનો આ વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે, જેને લઈને રાજકીય બેડામાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

