VIDEO: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી ૧૨ જેટલા મુખ્ય માર્ગો થયા બંધ
સોર્સ : gstv
સુરત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બારડોલીમાં ૫ ઇંચ અને પલસાણામાં ૪.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે જિલ્લાના વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના પલસાણાના બલેશ્વર એપ્રોચ રોડ, એના અને અંભેતીથી વાઘેચ સહિતના ૫ માર્ગો તથા બારડોલીના ખરવાસાથી સામપુરા જોડતા માર્ગ સહિત અન્ય ૪ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. મહુવા, અંબિકા અને અરેઠ તાલુકા મળીને સુરત જિલ્લાના કુલ ૧૨ જેટલા માર્ગો બંધ થઈ જતાં વાહનચાલકોને વૈકલ્પિક રસ્તે લાંબો ચકરાવો કાપીને જવાની નોબત આવી છે.

