VIDEO: સુરત : ભારે વરસાદથી ભેદભડ ખાડી ઓવરફ્લો, બમરોલી ગામ જતો રસ્તો જળમગ્ન
સોર્સ : gstv
સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક ખાડીઓમાં પાણીની બમ્પર આવક થઈ છે. ભેદભડ ખાડી ઓવરફ્લો થતાં જ પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના લીધે બમરોલી ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માર્ગ પર પાણી ભરાઈ ગયા હોવા છતાં તેને લોકોની અવરજવર માટે ખુલ્લો રખાતાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાડીમાં જળસ્તર વધતાં આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની દહેશત વધી ગઈ છે.

