VIDEO: મોરબીમાં ફરી એક વખત મારામારીની ઘટના, કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ
સોર્સ : gstv
મોરબીમાં ફરી એક વખત મારામારીની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે...મોરબીના દલવાડી સર્કલ પાસે હેર સલૂનમાં નજીવી બાબતે માથા ભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો...જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.વાળ કાપવા માટે વારો લેવા જેવી સામાન્ય બાબતમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ તત્વોએ દુકાનમાં ઘૂસીને સલૂન સંચાલક યુવાન, તેના પિતા અને ભાઈની હાજરીમાં જ હિચકારો હુમલો કરી બેફામ માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વાયરલ વીડિયોમા અસામાજિક તત્વો પોલીસથી ડરતો નથી અને દારૂનો ધંધો કરે છે તેવી ખુલ્લેઆમ ધમકી પણ આપતા પણ જોવા મળ્યા..

