VIDEO: મહેસાણાના જોટાણા તાલુકાના કટોસણ ગામના તળાવમાં યુવાન ડૂબતાં કરૂણ મોત
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા કટોસણ ગામમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કટોસણ ગામના સ્થાનિક તળાવમાં એક યુવાન કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તળાવના પાણીમાં ડૂબી જવાથી આ યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ તળાવમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર કટોસણ ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

