VIDEO: મહેસાણાના વિસનગરના કડા ચોકડી વિસ્તારમાં યુવાનનું અપહરણ અને મારપીટ
સોર્સ : gstv
મહેસાણાના વિસનગરના કડા ચોકડી વિસ્તારમાં સ્ટાર્ટઅપના બહાને બોલાવી રીકેન પ્રજાપતિ નામના યુવાન પર ભાવેશ મોદી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો.. ડેટા ચોરીનો ખોટો આક્ષેપ મૂકી આરોપીઓએ યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું અને માર્કેટના બેઝમેન્ટમાં લઈ જઈ લોખંડના સળિયા તથા લાકડીઓથી બેફામ માર માર્યો હતો. ગંભીર ઇજાઓ છતાં આરોપીઓ તેને અર્બુદાધામ નજીક ઝાડીઓમાં લઈ ગયા હતા અને બળજબરીથી ડેટા ચોરીની કબૂલાત કરતો વિડિયો બનાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ત્રાસમાંથી છૂટીને પીડિત યુવાને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ભાવેશ મોદી સહિત સાત શખ્સો સામે વિસનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

