VIDEO: મહેસાણામાં હીટવેવ સામે તંત્ર એલર્ટ, ખાસ વ્યવસ્થા કરાઈ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લામાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે નાગરિકોને રાહત આપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય બન્યા છે. કલેક્ટર, ડીડીઓ અને મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ તાલુકાના 69 આરોગ્ય કેન્દ્રો ખાતે ORS યુક્ત પાણી, છાંયડો અને તાત્કાલિક સારવાર માટે સ્પેશિયલ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સાથે જ એસ.ટી. ડેપો અને બસ સ્ટેન્ડ સહિત ગ્રામ્ય વિસ્તારના 52 જાહેર સ્થળો પર પણ ORS પાણી ઉપલબ્ધ કરાયું છે. મહેસાણા શહેરમાં 24 હેલ્થ અને આંગણવાડી કેન્દ્રો ઉપરાંત 15 જાહેર સ્થળો અને 15 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો પર ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે, જેથી નાગરિકોને તાત્કાલિક રાહત મળી રહે.

