VIDEO/ ઝેરી હવાથી મહેસાણાનાં ૫ ગામો પરેશાન; પ્રદૂષણ ના અટકે તો આત્મવિલોપનની ચીમકી
સોર્સ : GSTV
મહેસાણા જિલ્લાના મરેડા સહિત આસપાસના 4થી 5 ગામોમાં છેલ્લા ચાર વર્ષથી વધી રહેલા પ્રદૂષણના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટીથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને ઝેરી હવાના કારણે લોકોને શ્વાસની તકલીફ, શરદી, ઉધરસ તેમજ માથાના દુખાવા જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના બાળકો, મહિલાઓ અને પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ગ્રામજનોએ GPCB અને જિલ્લા તંત્ર પર ફરિયાદો ન સાંભળવાનો આક્ષેપ કરી ફેક્ટરીઓને રૂપિયા લઈને પરમિશન અપાતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સ્થાનિક મહિલા ગીતાબેન ચૌધરીએ ઉગ્ર માંગ સાથે કહ્યું કે કાંતો પ્રદૂષણ દૂર કરો, નહીં તો અમને આત્મવિલોપનની મંજૂરી આપો.

