Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : BJP's sens process for the post of president begins

VIDEO: Mehsana / પ્રમુખ પદ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ; વિજાપુર બેઠક માટે લોકગાયિકા નેહા સુથારે નોંધાવી દાવેદારી

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાઓમાં નવા પ્રમુખો અને હોદ્દેદારોની પસંદગીનો સમય આવી ગયો છે. આજે પ્રદેશ કક્ષાના ત્રણ નિરીક્ષકો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહેસાણાની તમામ બેઠકો પર ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તેના પર સૌની નજર છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વિજાપુરની ફુદેડા બેઠકના વિજેતા અને જાણીતા લોકગાયિકા નેહા સુથાર રહ્યા હતા. વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખની બેઠક OBC મહિલા માટે અનામત હોવાથી તેમણે પોતાની દાવેદારી રજૂ કરી છે. નેહા સુથારે જણાવ્યું કે, જો પક્ષ તક આપશે તો તેઓ વ્યાવસાયિક ગાયકી કરતા લોકસેવાને વધુ પ્રાધાન્ય આપશે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ અનુભવી નેતાઓ પર પસંદગી ઉતારે છે કે નેહા સુથાર જેવા ગ્લેમર અને લોકપ્રિયતા ધરાવતા નવા ચહેરાને તક આપે છે.

App Store