VIDEO: મહેસાણા અર્બન બેંકની ચૂંટણી રવિવારે યોજાશે, NPAના મુદ્દાએ ચૂંટણી જોર પકડ્યું
VIDEO: રવિવારે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ ચૂંટણીમાં NPAના મુદ્દા એ જોર પકડ્યું છે. ત્યારે વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે આક્ષેપે કર્યા છે. અર્બન બેંકના પૂર્વ ચેરમેન, પૂર્વ સીઈઓ અને મિતુલ પટેલ આક્ષેપ લગાવ્યા. મિતુલ પટેલ દ્વારા અર્બન બેંકમાં લોન લઈ અનેક જમીન ખરીદી છે. જેમાં બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ CEOની સાંઠગાંઠ છે. મિતુલ પટેલ દ્વારા લોન લઈ પરત નહિ કરતા તેમનું NPA સામે આવ્યું છે. જો કે, ડી.એમ. પટેલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો સામે મિતુલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મિતુલ પટેલે ડી.એમ. પટેલના આક્ષેપોને નકાર્યા હતા. મિતુલ પટેલે મીડિયા સમક્ષ આવી આપ્યું નિવેદન. મારી અર્બન બેંકમાં કોઈ લોન ભરવાની બાકી નથી. અર્બન બેંકમાં મારુ કોઈ NPAમાં નામ નથી. મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. મેં બેન્ક માંથી લોન લઈ કોઈ જમીન ખરીદી નથી. અને જો મેં કોઈ બેંકના રૂપિયાએ જમીન ખરીદી હોય તો ડી એમ પટેલ સાબિત કરી બતાવે. છેલ્લે તેમને જણાવ્યું કે, હું ડી એમ પટેલ સામે 1 કરોડ રૂપિયાનો બદનાક્ષીનો લીગલ દાવો કરીશ.

