Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Mehsana principal 'has fun' abroad, children of Ditasan village struggle for education

VIDEO: મહેસાણામાં આચાર્ય વિદેશમાં 'મોજ' કરે છે, દિતાસણ ગામના બાળકો શિક્ષણ માટે વલખા મારે છે

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના દિતાસણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ શાળાનું સંચાલન છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યું છે. શાળાના આચાર્ય પ્રગતિબેન પટેલ રજાનો સમય પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત ફર્યા નથી, જેના કારણે શૈક્ષણિક કામગીરી પર અસર પડી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાલ ધોરણ-6ના શિક્ષકને આચાર્યની વધારાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આ સ્થિતિના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

App Store