VIDEO: કડી શહેરની આશીર્વાદ સોસાયટીમાંથી બ્રાન્ડેડના નામે શંકાસ્પદ ઘી સહિત 3.11 લાખનો મુદ્દામાલ જપ્ત
VIDEO: મહેસાણા જિલ્લાના કડી શહેરના નાની કડીમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. નવરાત્રી-દિવાળીના તહેવારો પહેલા કડીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
પોલીસે જપ્ત કરેલા ઘીના જુદાજુદા બ્રાન્ડના પાઉચ નંગ 880 તેમજ 3 નંગ ઘીના ડબ્બા ઝડપાયા હતા. કુલ 440 લિટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થળ પર પોલીસે સીઝ કર્યો હતો. આ ઉપરાંત રણછોડ પટેલ નામના શખ્સની SOGએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવા મહેસાણા SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSL વિભાગને જાણ કરવામાં આવી છે. જેથી સેમ્પલના રિપોર્ટ બાદ શંકાસ્પદ ઘી અંગે સાચી હકીકત સામે આવશે. સાગર અને અમૂલ ઘીના જથ્થાના કોઈ બિલ પણ આરોપી પાસે નહોતા જેથી અટકાયત કરેલા શખ્સ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

