VIDEO: સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ભવ્ય પ્રક્ષાલન વિધિ યોજાશે, ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ
સોર્સ : GSTV
શક્તિની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. આ પૂર્વે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ભવ્ય પ્રક્ષાલન વિધિ યોજાશે. દૂધ, ગંગાજળ અને મધના અભિષેકથી માતાજીના ગર્ભગૃહ અને સાતેય સવારીઓને પવિત્ર કરવામાં આવશે.આગામી 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલનારા ચૈત્રી ઉત્સવ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડવાની શક્યતા છે, જેને પગલે મંદિર વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

