VIDEO: ધરોઈ ડેમનું પાણી છોડાતા ટ્રેકટર સાથે 6થી7 મજૂરો પાણીમાં ફસાયા, NDRFની ટીમ બોટ સાથે તણાઈ
VIDEO: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા વાગડી ગામ નજીક સાબરમતી નદીના તટે ટ્રેકટર લઈ છથી 7 મજૂરો રેતી ખનન માટે ગયા હતા. જેવા મજૂરો નદીમાં ગયા ત્યારે આ સમય દરમ્યાન ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેથી આ પાણી ચારેબાજુ ફરી વળ્યા હતા. સાબરમતી નદીમાં ભારે પાણીને લીધે છથી સાત મજૂરો પાણીમાં ફસાઈ ગયા હતા. જે અંગેની જાણ વહીવટી તંત્રને થતા સાબરમતી નદીમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ રૅસ્ક્યૂમાં એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદીમાં ભયજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. વલાસણા રોડ પર સાબરમતી નદીમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા જતા એનડીઆરએફની બોટ પણ પાણીમાં ખેંચાઈ હતી. મજૂરોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ લાઈફ જેકેટ સાથે ઉતરી હતી. જો કે, દોરડા વડે બોટ ખેંચતા પાણીના તેજ પ્રવાહે મુશ્કેલી ઉભી કરી હતી.
જેના લીધે પાણીના ભારે પ્રવાહમાં બોટ પલટી ગઈ હતી. જો કે, તંત્ર અને એનડીઆરએફ દ્વારા જહેમતબાદ બોટને સલામત રીતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

