Business: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 26-08- 2025, હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, ડેરી, એફએમસીજી, ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં મગફળી, તલ, સરસવ, સોયાબીન સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 27-08--2025,
શેરબજારમાં ગણેશ ચતુર્થી નીમિત્તે રજા
ગુરૂવાર, તા. 28-08-2025, સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.ફાર્મા, પીએસયુ, કેમિકલ્સ અને ટેક્સ્ટાઇલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં જવ, રાયડો, ચીલી, હળદર, સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 29-08-2025, સ્વાતિ નક્ષત્ર, તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફિલ્મ, એન્ટરટેઇનમેન્ટ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, મગફળી, જવ, એરંડા અને કપાસ પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 30-08- 2025, જ્યેષ્ઠા નક્ષત્ર. વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ઇન્ફ્રા. પાવરઅને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, ધાણા, જીરું અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.

