VIDEO: ઉનાવા: નિયમ ભંગ કરનારા 13 ગેસ્ટ હાઉસ સંચાલકો સામે પોલીસની લાલ આંખ
સોર્સ : GSTV
યાત્રાધામ ઉનાવામાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ અને SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. સરકારની સૂચના છતાં 'પથિક' એપ્લિકેશનમાં યાત્રાળુઓની વિગતો એન્ટ્રી ન કરનારા તેમજ વાહન પાર્કિંગ અને ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતા કુલ 13 ગેસ્ટ હાઉસ સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

