Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : UGVCL Gave bill of ₹6.82 lakh to Paan parlour trader

VIDEO: Mehsana / કડીમાં UGVCLની ગંભીર બેદરકારી, પાન પાર્લરના સંચાલકને ફટકાર્યું ₹6.82 લાખનું બિલ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી વીજ કંપનીની ગંભીર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડીના થોળ રોડ પર આવેલા સીટી પાર્ક શોપિંગ સેન્ટરમાં એક સામાન્ય પાન પાર્લર ચલાવતા વેપારીને યુજીવીસીએલ દ્વારા લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

App Store

શું છે સમગ્ર મામલો?

થોળ રોડ પર આવેલા સીટી પાર્ક શોપિંગ સેન્ટરમાં દિલીપભાઈ નામના વેપારી ભાડે દુકાન રાખીને પાન પાર્લર ચલાવે છે. નાના પાયે વેપાર કરતા આ સંચાલક ત્યારે ચોંકી ગયા જ્યારે તેમના હાથમાં વીજ બિલ આવ્યું. UGVCL દ્વારા તેમને રૂ. 6,82,930નું અધધ.. બિલ આપવામાં આવ્યું હતું. એક નાની દુકાનનું બિલ લાખોમાં આવતા વેપારી પ્રથમ દ્રષ્ટિએ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ચિંતામાં મુકાયા હતા.

વેપારીએ આટલી મોટી રકમનું બિલ જોઈને તાત્કાલિક વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કોઈ વધુ વપરાશનું પરિણામ નહોતું, પરંતુ મીટર રીડિંગ દરમિયાન થયેલી ટેકનિકલ ભૂલ હતી. રીડિંગ લેતી વખતે થયેલી ક્ષતિને કારણે બિલમાં આટલી મોટી રકમ દર્શાવવામાં આવી હતી. આ ઘટના અંગે ફરજ પરના વીજ કર્મચારી પ્રિયંકાબેને પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે રીડિંગ લેવામાં ટેકનિકલ ખામી રહી ગઈ હતી. વીજ કંપની દ્વારા આ બિલ સુધારી આપવાની ખાતરી આપવામાં આવતા વેપારી દિલીપભાઈએ રાહતનો શ્વાસ લીધો હતો.