VIDEO: ઊંઝામાં જ્વેલર્સમાં ગ્રાહક બની ઘૂસેલા બે ગઠિયાએ ત્રણ લાખની ચોરી કરી
સોર્સ : gstv
મહેસાણાના ઊંઝામાં જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે. ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાએ વેપારીનું ધ્યાન ભટકાવી લાખોની કિંમતના દાગીના ચોરી લીધા હતા. મળતી માહિતી મુજબ, એક ગઠિયાએ ચાંદીની રાખડી ખરીદવામાં વેપારીને વ્યસ્ત રાખ્યો હતો, જ્યારે બીજા શખ્સે નજર ચૂકવીને 24 ગ્રામ સોનાની કડીઓ ખિસ્સામાં સંતાડી દીધી હતી. સમગ્ર ઘટનામાં દુકાનમાંથી 23 જોડી સોનાની કાનની કડીઓ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા દાગીનાની કુલ કિંમત આશરે ત્રણ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. વેપારી ભરતભાઈ પ્રજાપતિએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

