Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mega raid on factory in Unjha that was dyeing fennel with poisonous green dye

VIDEO/ Mehsana: ઊંઝામાં વરિયાળી પર ઝેરી લીલો રંગ ચડાવતી ફેક્ટરી પર મેગા દરોડા, લાખોનો જથ્થો કરાયો સીઝ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના ઊંઝામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડે એક ગુપ્ત બાતમીના આધારે મેગા દરોડા પાડીને 'મેસર્સ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરી'માં ચાલી રહેલા ગેરકાયદે કાળાબજારનો પર્દાફાશ કર્યો છે.

App Store

આ ફેક્ટરીમાં સામાન્ય વરિયાળીને બજારમાં વધુ આકર્ષક અને પ્રીમિયમ બતાવવા માટે તેના પર માનવ શરીરને નુકસાન કરતો જોખમી કેમિકલયુક્ત લીલો રંગ ચડાવવામાં આવતો હતો. તંત્રની ટીમે ઘટનાસ્થળેથી ૩,૫૪૮ કિલોગ્રામ શંકાસ્પદ લીલી વરિયાળી અને ૧૪૦ કિલોગ્રામ પ્રતિબંધિત લીલો કલર મળીને કુલ રૂપિયા ૩.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યો છે.

આ દરોડા દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, ફેક્ટરીના સંચાલકો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીના કોઈ પણ પ્રકારના કાયદેસરના ફૂડ લાયસન્સ વિના જ આ આખો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. હાલમાં ફૂડ વિભાગે વરિયાળીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કડક કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરી છે.