VIDEO: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી સન્માન જ્વેલર્સની દુકાનમાં ત્રણ અજાણી મહિલાઓએ કરી લાખોની ચોરી
સોર્સ : gstv
મહેસાણાના વિસનગરમાં જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ત્રણ અજાણી મહિલાઓ દુકાનમાં પ્રવેશી વેપારીના પિતાની નજર ચૂકવી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગઈ હતી. આ ચોર મહિલાઓએ દુકાનમાંથી અઢી લાખ રૂપિયાની રોકડ રકમ ઉપરાંત સાત લાખ બે હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના કિંમતી દાગીનાની પણ ઉઠાંતરી કરી લીધી હતી. આમ, કુલ નવ લાખ બાવન હજાર રૂપિયાનો જંગી મુદ્દામાલ ચોરાયો હતો.ઘટનાની જાણ થતા વેપારી પ્રકાશભાઈ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહિલાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે આગળની સઘન તપાસ હાથ ધરી છે.

