Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : This is the house of Urvil Patel

VIDEO: આ છે IPLમાં ધૂમ મચાવનાર ઉર્વિલ પટેલનું ઘર, જુઓ દીકરાની સિદ્ધિ પર પરિવારે શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જો મનમાં અતૂટ શ્રદ્ધા અને મહેનત કરવાની તૈયારી હોય, તો નાના ગામડાનો યુવાન પણ વિશ્વના ફલક પર ચમકી શકે છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર ગામના પનોતા પુત્ર ઉર્વિલ પટેલે. આઈપીએલની હાઈ-વોલ્ટેજ મેચમાં લખનૌ સામે બેટિંગ કરવા ઉતરેલા ઉર્વિલે મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી દીધી. માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને ઉર્વિલે નવો ઇતિહાસ રચી દીધો છે. મેચ દરમિયાન એક ભાવુક દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. ઉર્વિલે તેની આ શાનદાર ઇનિંગ દરમિયાન પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી હતી, જેમાં તેના પિતા મુકેશભાઈનું નામ લખેલું હતું. આ જીત તેણે તેના પિતાને ડેડિકેટ કરી અને સાથે જ પોતાની કુળદેવીના આશીર્વાદ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

App Store