VIDEO: સિદ્ધપુર: દેશની એકમાત્ર ચાંદીના રથવાળી ગોવિંદ માધવની 83મી રથયાત્રા માટે તૈયારીઓ પૂર્ણ
સોર્સ : GSTV
સિદ્ધપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ગોવિંદ માધવની 83મી ભવ્ય રથયાત્રા નીકળશે. આ દેશની એકમાત્ર એવી રથયાત્રા છે જે અદભુત ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળે છે અને પરંપરાગત રીતે ભૂદેવો પીતાંબર ધારણ કરીને આ રથને ખેંચે છે. 231 વર્ષ જૂના ગોવિંદ માધવ મંદિરથી નીકળનારી આ રથયાત્રા માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ, મહાપ્રસાદ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

