Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Road machinery manufacturing company's boom touches power line, 2 dead, 6 injured

Mehsana: રોડ મશીનરી બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, બુમ વીજલાઇનને અડી જતા 2ના મોત, 6 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana: રોડ મશીનરી બનાવતી કંપનીમાં મોટી દુર્ઘટના, બુમ વીજલાઇનને અડી જતા 2ના મોત, 6 ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

અમદાવાદ - મહેસાણા હાઇવે પર આવેલ રોડ મશીનરી બનાવતી કંપનીમાં ક્રેનને ધક્કો મારી રહ્યા હતા તે દરમિયાન ક્રેનનું બુમ પસાર થતી વીજલાઇનને અડી ગયું હતું. જેથી તેમાંથી કરંટ પસાર થતાં ક્રેન સાથે રહેલા 8 લોકોમાંથી 2 લોકોના કરુણ મોત નીપજ્ય હતા. અને 6 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

App Store

મળી રહેલ વિગત અનુસાર મહેસાણા - અમદાવાદ હાઈવે પર આવેલ મંડાલી નજીક રોડ મશીનરીનું ઉત્પાદન કરતી કંપની ફેબહિંદ ફેક્ટરીમાં રવિવારના રોજ બપોરે 4 વાગ્યાના અરસામાં કંપનીમાં પડેલા ક્રેનને ચાલુ કરી રહ્યા હતા ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગી અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલ બૂમ કંપનીમાં રહેલ વીજલાઇન સાથે અથડાઈ ગયો હતો. વીજ લાઈનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો અને ક્રેનમાં રહેલા આઠ લોકો કરંટનો ભોગ બન્યા હતા, જેમાંથી ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનું કરૂણ મોત થયું હતું. જ્યારે બાકીના 6 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ આ ઘટના સમાચાર મળતાં જે નિરમા આઉટ પોસ્ટના ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ ચૌધરી સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

મૃતકો 
1. મહંતો અભિમન્યુ, 40  વર્ષ, રહે બિહાર.
2.અમિત આર્ય, રહે મધ્ય પ્રદેશ.

ઇજાગ્રસ્તો 
1. દીપક અશોક ચૌધરી, રહે બિહાર 
2. મિતરંજન કુમાર ધર્મિન્દ્ર ચૌહાણ,રહે  બિહાર
3.રાહુલ કુમાર રાજકુમાર પટેલ, રહે.બિહાર 
4.રાહુલકુમાર બરિસ્ટર ચૌહાણ, રહે. બિહાર 
5. સનૌજકુમાર લલનભાઈ રાજભર, રહે ઉત્તરપ્રદેશ
6. બિકિસિંધ સંજયભાઈ ચૌધરી, રહે ઉત્તરપ્રદેશ.

સિક્યુરિટી ગાર્ડ અમિતના પિતા પણ અન્ય કંપનીમાં સિક્યુરિટીની નોકરી કરતા હતા, અને બંને મધ્યપ્રદેશથી કમાણી માટે અહીં આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ ક્રેન પાસે કેવી રીતે પહોંચ્યો, તે તપાસનો વિષય છે.