Mehsana: ટ્રેક્ટરમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી, એકનું મોત
સોર્સ : gstv
મહેસાણાના કડીથી છત્રાલ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. છત્રાલથી કડી તરફ આવતી કાર અણખોલ ગામ નજીક ટ્રેક્ટર સાથે અથડાઈ. ટ્રેક્ટરની ટ્રોલીમાં બહાર સુધી લટકતી પાઇપો કારની વિન્ડશિલ્ડ તોડી અંદર ઘુસી ગઈ હતી. જેનાથી કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું. ટ્રેક્ટર ચાલક બેદરકારી દાખવી અકસ્માત બાદ ફરાર થઈ ગયો.
RTOના નિયમો નેવે મૂકી ટ્રોલીમાં પાઇપો ભરતા બેદરકારીએ જીવ લઈ લીધો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ટ્રેક્ટર ચાલકની શોધખોળ ચાલે છે.

